અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ખાડિયા વોર્ડના કોર્પોરેટરે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. એડવોકેટ અજિતસિંહ જાડેજાએ આ કેસમાં દલીલ કરી હતી કે, મુંબઈ સીબીઆઇ કોર્ટે એન્કાઉન્ટર કેસમાં શાહને બિન તહોમત છોડી મૂક્યા છે. તેમ છતાં કોંગ્રેસ અધ્યક્ષે એક રેલીમાં શાહ હત્યા કેસના આરોપી છે તેવું નિવેદન આપ્યું હતું. મેટ્રો કોર્ટે આ અંગે ખરાઈ કર્યા બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ કાઢવાનો નિર્દેશ કર્યો છે જેની સુનાવણી ૯મેના રોજ યોજાશે. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી લોકસભાના સ્પીકરને
સમન્સ મોકલાશે.

