રાહુલ ગાંધી સ્વામીનારાણ મંદિરમાં દર્શન ન કરી શક્યા

Wednesday 24th April 2019 07:27 EDT
 
 

ભુજઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે આગામી કચ્છ-મોરબી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભુજમાં ૧૮મીએ સભા માટે આવ્યા હતા ત્યારે ભુજ સ્થિત સ્વામીનારાયણ મંદિરના દર્શન કરવાની મુલાકાત લેવાની રાહુલ ગાંધીએ ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે સરકારે સિક્યુરિટીનું બહાનું આગળ ધરીને રાહુલને દર્શનથી વંચિત રાખ્યા હતા. ભાજપના આવા વલણથી કોંગી આગેવાનો કાર્યકોરમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે રાપરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જ્યારે ભાજપ સરકારે સત્તાનો દુરૂપયોગ કરી અને સિક્યુરિટીનું બહાનું આગળ ધરીને કોંગ્રેસના અધ્યક્ષને સ્વામીનારારયણ મંદિરના દર્શન કરવા દીધા ન હતા. જોકે આ કોંગ્રેસે જ વચન આપ્યું છે કે જો સરકાર બનશે તો સ્વામીનારાયણ મંદિર ભુજની વર્ષો જૂની માગણી મુજબની જમીન ફાળવશે.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter