ગાંધીનગરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની આવતી ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત એકમને સંગઠિત અને મજબૂત કરવા માટે ફીડબેક મેળવવાનો વ્યાયામ શરૂ કર્યો છે. જે અનુસંધાને ૨૨મીએ અડધો ડઝનથી વધુ ધારાસભ્યો ઉપરાંત આગેવાોને દિલ્હી તેમના નિવાસસ્થાન ૧૨, તુલઘલક રોડ ખાતે તેડાવી તેમની સાથે વ્યક્તિગત મિટિંગટો યોજી અભિપ્રાયો જાણ્યા હતા. બેઠકોના આ દોરમાં કોંગ્રેસના વિધાનસભા પક્ષના દંડક અમિત ચાવડા, ધારાસભ્યો-કુંવરજી બાવળિયા, પૂંજાબાઈ વંશ, અશ્વિન કોટવાલ, અલ્પેશ ઠાકોર, હિંમતસિંહ પટેલ તથા નૌશાદ સોલંકી ઉપરાંત પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર વગેરે સામેલ કરાયા હતા.