અમદાવાદ: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળી રહ્યો પરંતુ સંભવિત ઉમેદવારોના નામ બહાર પડતાં જ કોંગ્રેસમાં અંદરો અંદર જોરદાર ભડકાની સ્થિતિ થઈ છે. આ અંગેનો રિપોર્ટ રાહુલ ગાંધી સુધી પહોંચતા, રાહુલે દાહોદમાં આદિવાસી અધિકાર સભા સંબોધે તે પહેલાં જ પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં મધ્ય ગુજરાતના સહપ્રભારી જિતુ પટવારી અને ઉત્તર ગુજરાતના સહપ્રભારી વર્ષા ગાયકવાડ તદુપરાંત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે બેઠક યોજી ત્રણેયને આડે હાથ લીધા હતા અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઉમેદવાર પસંદગીમાં ક્યાંય કાચું કપાવું ન જોઈએ. મારે ફક્ત ને ફક્ત પરિણામ જોઈએ છે. પરિણામ ન મળે તો જવાબદારી તમારી રહેશે. દબાણમાં આવીને કે પછી તમને ગમે તેવા નામો મૂકી દો એ ના ચાલે. આ મામલે રાહુલે સ્પષ્ટતા કરવા કહ્યું છે. રાહુલે ભરતસિંહને પણ કહ્યું કે, તમે ઉમેદવારોના નામ માટે દબાણ કરો છો એના કરતાં ઉમેદવાર જીતે તે માટે કામ કરો. પરિણામ નહિ આવે તો તેના માટે તમે જવાબદાર રહેશો. અમદાવાદની બાપુનગર, નરોડા બાદ રાતે આણંદ બેઠક પર પણ કકળાટ બહાર આવતાં
રાહુલ લાલઘૂમ થયા હતા, તેમ સૂત્રો કહે છે.


