ગાંધીનગરઃ ‘ઉડાન’ યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે રાજ્ય સરકારે છથી નવ સીટરના સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી થઈને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીનું સી પ્લેનનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કર્યું છે.
આ સાથે ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા ૧૩ રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ-૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૨૪મીએ જાહેરાત કરી છે. ઉપરાંત અમદાવાદથી ઓઝાર (નાસિક)ની ફ્લાઇટ ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થશે.
ચુડાસમા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ વચ્ચે ૨૪મીએ મોડી સાંજ સુધી હાથ ધરાયેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
૧૩ રૂટ માટે ફ્લાઇટ
• બેલગામથી વડોદરા અને અમદાવાદ • કિશનગઢથી અમદાવાદ • દિલ્હીથી જામનગર • અમદાવાદથી ઉદેપુર – અમરેલી - સુરત – ભાવનગર – રાજકોટ • બેલગામથી સુરત – કિશનગઢ • સુરત – બેલગામ • બેંગુલુરુ - જામનગર – હૈદરાબાદ – જામનગર – બેંગુલુરુ • હિડનથી જામનગર – ગોવા - જામનગર – હિડન • સુરત – ભાવનગર – મુંબઈ • સુરત – માંડવી • સુરત – ઉજ્જૈન • સુરત – લોનાવાલા • એમબીવેલી - સુરત – બારામતી અને સુરત તેમજ અમદાવાદ – ઉજ્જૈન – ઇન્દોર – દાંતિયા - ઇન્દોર – છીંદવાડા - ઇન્દોર – ઉજ્જૈન – અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.


