અમદાવાદઃ સત્યમ મોલમાં આવેલા ‘રુદ્રાક્ષ ચેરિટેબલ ટ્રસ્ટ’ના સંચાલકો સામે ૧૮ ડિપોઝીટરોના રૂ. ૬૫ લાખ ચાઉં કરી જવાની ફરિયાદ ૨૪મી જૂને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ વાત ફેલાતાં અમદાવાદના અન્ય ૪૦૦ જેટલાં રોકાણકારોએ રુદ્રાક્ષ ટ્રસ્ટના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ કરી છે કે તેઓના જીવનની અંતિમ મૂડી તરીકે રોકેલા રૂ. ૧૦૦ કરોડ લઈને તેઓ ફરાર થઈ ગયા છે. ફરિયાદીઓના કહેવા મુજબ આ કૌભાંડમાં સૂત્રધારોએ મોટાભાગે વૃદ્ધો, વિધવાઓ અને ત્યકતાઓને નિશાન બનાવ્યા છે.

