રૂ. ૧.૫ કરોડના ૧.૫ કિલોના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર જણાની ધરપકડ

Wednesday 02nd October 2019 06:22 EDT
 

અમદાવાદઃ યુવાધનને બરબાદ કરતાં એમડી ડ્રગ્સના રાજયવ્યાપી નેટવર્કનો ક્રાઇમબ્રાંચે ૨૭મી સપ્ટેમ્બરે પર્દાફાશ કર્યો હતો. એસજી હાઇવે પર વાયએમસીએ કલબથી આગળ યુએસ સ્કેવર બિલ્ડિંગ પાસેથી ૨૯મીએ રૂ. ૧.૫૦ કરોડના દોઢ કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા. ગોવા અને મુંબઈથી આવતાં આ એમડી ડ્રગ્સ સપ્લાય કરતાં સૂત્રધારોને ઝડપી લેવા માટે ક્રાઈમબ્રાંચ તજવીજમાં છે. એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર સહેજાદ તેજાબવાલા ૨૦૧૭માં ખાડિયા-જમાલપુર સીટ પરથી રાજકીય અગ્રણી શંકરસિંહ વાઘેલાની જન વિકલ્પ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો. સહેજાદ તેના પિતા મઝહર, ઇમરાન અને ઇમ્તિયાઝ સાથે મળી ડ્રગ્સનું રેકેટ ચલાવતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter