રૂ. ૧૩૪૬ કરોડનું કૌભાંડઃ સટ્ટામાં હારતાં હિતેન્દ્ર શાહે બોગસ બિલિંગમાં ઝંપલાવ્યું

Thursday 03rd January 2019 05:49 EST
 

અમદાવાદ: વેટ વિભાગે રૂ. ૧૩૪૬ કરોડના બોગસ બિલિંગકાંડમાં સીઆઈડી ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદમાં હિતેન્દ્ર શાહની જુલાઈ ૨૦૧૮માં ધરપકડ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, જે. જીતેન્દ્રકુમાર એન્ડ કંપની, ખ્યાતિ એન્ટરપ્રાઈઝ સહિત સખ્યાબંધ બોગસ પેઢીઓ ઉભી કરીને બિલિંગો કરીને આ પાર્ટીએ કરોડો રૂપિયાની કરચોરી કરી હતી. જેના કારણે વેટ વિભાગે સુરેન્દ્રનગર, વટવાની ઓફિસમાંથી સી.પી.યુ. કબજે લીધા હતાં. જેમાં કરોડો રૂપિયાના બેનાબી વ્યવહારો મળ્યા છે. ઉપરાંત બેંકમાં સખ્યાબંધ ખાતાઓ મળી આવ્યા છે. આરોપી  હિતેન્દ્ર શાહના પિતાની પેઢીમાં બેસીને ધંધો કરતો હતો, પરંતુ કિક્રેટના સટ્ટામાં રૂ. એક કરોડ હારી જતાં પિતાએ ધંધામાંથી કાઢી મૂકયો હતો. બાદ નિલેષ માળીના સપર્કમાં આવતા એમ. એસ. લોંખડ તથા કેમિકલના નકલી બિલિંગો તેણે ચાલુ કર્યાં હતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter