રૂ. ૨૭૨ કરોડના ડ્રગ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહના પુત્ર સહિત છને ૧૦ વર્ષની કેદ

Wednesday 09th October 2019 07:35 EDT
 
 

અમદાવાદ: વર્ષ ૨૦૧૬માં વહેલાલ જીઆઇડીસીમાંથી પકડાયેલા રૂ. ૨૭૨ કરોડના ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ સહિત ૬ આરોપીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા સેશન્સ જજ રાહુલ પ્રતાપસિંહ રાઘવે દોષિત ઠરાવી ૧૦ વર્ષની સજા અને રૂ. ૨ લાખ દંડનો આદેશ કર્યો છે.
સજા પામેલા અન્ય આરોપીમાં મુંબઈના મનોજ જૈન, પુનિત શ્રીગી, જય મુખી, નરેન્દ્ર કાચા અને ભરતસિંહ કાઠિયાનો સમાવેશ થાય છે જ્યારે અન્ડર વર્લ્ડ માફિયા વિકી ગોસ્વામી અને અબ્દુલ્લા ભાગેડુ હોઈ તેમની સામેનો કેસ પડતર છે. આરોપી કિશોરસિંહ ડ્રગ્સને યુરોપિયન દેશોના માફિયાઓને પહોંચાડવાનો હતો. માફિયાઓ અને કિશોરસિંહ વચ્ચેની મીટિંગ વિકી ગોસ્વામી ફિક્સ કરતો હતો. એટીએસ છેલ્લા ૧૦ મહિનાથી ફરાર કિશોરસિંહને શોધતી હતી અને રાજસ્થાન- મધ્ય પ્રદેશની બોર્ડર પરથી તેને ઝડપી લીધો હતો.
એક્સપર્ટની મદદથી ડ્રગ્સ બનાવતો હતો!
એફેડ્રિન ડ્રગ્સને ક્લરાઇઝેશન કરી પ્યોર વ્હાઇટ પાઉડર બનાવવાની જવાબદારી નરેન્દ્ર કાચાએ ઉપાડી હતી. ડ્રગ્સ માફિયાઓએ એકથી વધુ કેમિકલ એક્સપર્ટ પાસે એફેડ્રિનમાંથી મેથાફેટામાઇન તૈયાર કરવાની કામગીરી સોંપી હતી. જેમાં નરેન્દ્ર કાચાએ તૈયાર કરેલું સેમ્પલ પોલેન્ડ પહોંચ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter