રૂ. ૮૬૭ કરોડના બેંકલોન કૌભાંડ સાઈ ઈન્ફોના સુનીલ કક્કડની ધરપકડ

Wednesday 25th September 2019 06:54 EDT
 

અમદાવાદઃ બનાવટી કંપનીઓ બનાવી બેંક પાસેથી રૂ. ૮૬૭ કરોડથી પણ વધુ રકમની લોન લઈ દુબઈ થઈને લાઈબેરિયા નાસી ગયેલા તથા ઈન્ટરપોલની મદદથી ભારત લવાયેલા સાઈ ઈન્ફોસિસ્ટમ લિ.ના સુનીલ કક્કડની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૧મીએ મની લોન્ડરિંગના ગુના હેઠળ ધરપકડ કરી છે.
ઈડીએ જણાવ્યું કે, એસઆઈએસના ચિફ મેનેજિંગ ડિરેક્ટરની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી છે. સુનીલ કક્કડે તેની કંપનીઓ સાઈ ઈન્ફોસિસ્ટમ, એટ્રિયમ ઈન્ફોકોમ અને ક્લિક ટેલિકોમ મારફતે બેંકો પાસેથી છેતરપિંડીથી ભેગી કરેલી રૂ. ૮૬૭.૪૩ કરોડની રકમ સગેવગે કરી હતી. જે અંગે ૨૦૧૮માં એની સામે પીએમએલએનો ગુનો નોંધી તપાસ શરૂ થઈ હતી.
૧૯૯૨થી સુનીલ કક્કડે ભાગીદારી કંપની ખોલીને વધુ ૩ કંપનીઓ પણ ખોલી બેંકોની લોન લઈને લાઈબેરિયા ભાગી ગયો હતો. ઈન્ટરપોલની મદદથી સીબીઆઈએ વર્ષ ૨૦૧૮માં તેનું ભારત પ્રત્યાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બધા જ નાણાં હવાલા મારફતે વિદેશમાં સગેવગે કરાવી તેણે પરિવારને શિકાગોમાં મોકલી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter