અમદાવાદઃ શહેરના મણિનગરના મૂળ રહેવાસી અને લંડનમાં સ્થાયી થયેલા દંપતીએ સ્ટુડન્ટ વિઝા પર આવેલા આણંદ પાસેના એક ગામના યુવકને પોતાના ઘરમાં પેઇંગ ગેસ્ટ (પીજી) તરીકે રાખ્યો હતો. યુવકે ચોરીછૂપીથી દંપતીની અંગત પળોની ક્લિપિંગ અને ફોટો લીધા હતા. યુવકનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તે વતનમાં પરત આવ્યો હતો. તેણે આણંદથી લંડનમાં તે દંપતીને ફોટો અને વીડિયો મોકલ્યા અને બ્લેક મેઇલ કરી રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો વીડિયો ફેસબક અને યૂ ટ્યૂબ પર ફરતો કરવાની ધમકી આપી હતી. યુવતીએ મણિનગરમાં રહેતા તેની માતાને વાત કરી અને લંડનથી મોબાઇલ મોકલ્યો હતી. બાદમાં તેની માતાએ ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલમાં અરજી કરી છે.