ગુજરાત એક અનોખા લગ્નમાં મહેમાનોના ખાનપાનની સાથે આરોગ્ય અને અંગદાન જાગૃતિની પણ વ્યવસ્થા કરાઇ હતી. અહીં ડાયાબીટિસ અને બ્લડ પ્રેશરની તપાસની સાથે થેલેસેમિયા-અંગદાનની જાગૃતિનું પણ કાઉન્ટર હતું. આ ઉપરાંત મહેમાનો માટે મંડપમાં જ કિડનીના રોગોની જાગૃતિ તેમજ વ્યસન મુક્તિ માટે વીડિયો પ્રેઝન્ટેશન પણ કારાયું હતું. ૧૫ ફેબ્રુઆરીને લગ્નગ્રંથિથી જોડાયેલા નવ દંપતી મિતેશ કક્કડ અને હેની પૂજારાના આ લગ્નપ્રસંગે તેમના સહિત ૪૦૫ લોકોએ નેત્રદાન-અંગદાન તેમજ ૨૭૫ વ્યક્તિએ વ્યસન મુક્તિને સંકલ્પ લીધો હતો.


