લદ્દાખમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત અમદાવાદના જવાનનું મૃત્યુ

Wednesday 23rd October 2019 06:50 EDT
 
 

અમદાવાદઃ આર્મી જવાન હરિશચંદ્ર મૌર્યનું અકસ્માતમાં ઈજાગ્રસ્ત થવાથી મૃત્યુ થયું હતું. હરિશચંદ્ર મૌર્યનો પરિવાર અમદાવાદના અમરાઈવાડીમાં રહે છે. લેહ લદ્દાખમાં અકસ્માતમાં સારવાર દરમિયાન હરિશચંદ્ર મૌર્યનું મૃત્યુ થતાં તેમના પાર્થિવદેહને લશ્કરી કાર્યવાહી અને માન પ્રમાણે તિરંગામાં લપેટીને ૧૯મી ઓક્ટોબરે જવાનો અમદાવાદ લાવ્યા હતા. જ્યારે તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવતા તેમની આસપાસના લોકો ભાવુક બન્યા હતા. તેમને આંસુભરી આંખે વિદાય આપવામાં આવી. અમદાવાદમાં હરિશચંદ્રનાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અમરાઈવાડી પોસ્ટ ઓફિસની સામે રાવના વંડામાં રહેતા હરિશચંદ્ર રામરાજ મૌર્ય (ઉ. વ. ૪૦) ભારતીય ભૂમિદળમાં લેહ લદ્દાખમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં તેમને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. સારવાર માટે તેઓને બેંગલુરુ ખસેડાયા હતા. જોકે સારવારમાં હરિશચંદ્રનું અવસાન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter