અમદાવાદઃ આશ્રમરોડ પર ગૂજરાત વિદ્યાપીઠના ગેટની નજીક ૧૬મીએ વહેલી સવારે સાત વાગ્યે આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઈ પટેલ બસની રાહ જોતા હતા ત્યારે બાઈક ઉપર આવેલા ચાર જણામાંથી બેએ લૂંટના ઈરાદે કન્ટ્રીમેડ ગનથી અરવિંદભાઈ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતાં તેઓ લોહીલુહાણ થઈને પડ્યા. ચાર જણા કર્મચારી પાસે રહેલું ૩૫ લાખના મુદ્દામાલનું પાર્સલ લઈને ઉસ્માનપુરા તરફ ફરાર થઈ ગયા હતા. ઘાયલ આંગડિયાના પેઢીના કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.


