ન્યૂ યોર્કઃ મૂળ બારડોલીના સોયાણી ગામના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા નયના ‘નેન્સી’ પટેલની લેઉઆ પાટીદાસ સમાજ ઓફ યુએસએ (એલપીએસઓફયુએસએ) ના પ્રેસિડેન્ટ તરીકે વરણી થઇ છે. નયના ‘નેન્સી’ પટેલ જુલાઇ ૨૦૦૯થી લેઉઆ પાટીદાર સમાદ ઓફ યુએસએમાં સેવા આપી
રહ્યાં છે.
એલપીએસ ઓફ યુએસએના ૩૧ વર્ષના ઇતિહાસના પ્રથમ વખત પ્રમુખ પદ જેવા ટોચના સ્થાને એક મહિલાની વરણી થઇ છે. તેમણે આ સંસ્થામાં તમામ વિભાગોમાં કામ કર્યું છે. તમામ સમિતિઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. ૬ રાષ્ટ્રીય સંમેલન અને ૪ સુપર રિજનલ કોન્ફરન્સનું સંચાલન પણ સંભાળ્યું છે. નયના ‘નેન્સી’ પટેલે જણાવ્યું હતું કે સ્ત્રી શક્તિ છે. અમેરિકામાં ભારતીય મહિલાઓના સિદ્વિના ઘણાં સોપાન સર કર્યાં છે.