લેખક-કોલમિસ્ટ બકુલભાઈ બક્ષીનું નિધન

Wednesday 20th June 2018 08:07 EDT
 
 

અમદાવાદઃ લેખક બકુલભાઈ બક્ષીનું ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી ૧૪મી જૂને અવસાન થયું છે. સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી અને લલિતભાઈ બક્ષીના નાના ભાઈ બકુલભાઈનો જન્મ કોલકાતામાં થયો હતો. આઈએએસના અભ્યાસ બાદ તેઓએ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં ફરજ બજાવી હતી.
તેમનાં ૨૮થી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. વાર્તા, લેખ, ઇતિહાસ, ગીત-ગઝલ અને શિક્ષણ ઉપર તેમણે સરાહનીય લેખન કાર્ય કર્યું છે. તેમના પરિવારમાં પત્ની માયાબહેન અને પુત્રી નિશિતા છે. નિશિતાબહેને જણાવ્યું હતું કે, સ્વજનોની હાજરીમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે સ્વ. બકુલભાઈની ઇચ્છા પ્રમાણે તેમની પાછળ બેસણું કે બીજી કોઈ વિધિ રખાઈ નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter