લેખક રઘુવીર ચૌધરીને દિલ્હીમાં જ્ઞાનપીઠથી સન્માનિત કર્યા

Wednesday 13th July 2016 08:04 EDT
 
 

ગાંધીનગરઃ સોમવારે સાંજે સંસદ ભવનમાં બાલયોગી સભાગૃહમાં '૫૧મો જ્ઞાનપીઠ એવોર્ડ સમારંભ યોજાયો હતો. સમારંભમાં ગુજરાતી વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીને રાષ્ટ્રપતિના હસ્તે જ્ઞાનપીઠ એનાયત કરાયો હતો. આ પ્રસંગે રઘુવીર ચૌધરીનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. રઘુવીર ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘મને નહીં, પણ ગુજરાતી ભાષા સાહિત્યને આ ચોથો એવોર્ડ મળ્યો છે. મારા કામ માટે સતત કોઇકને કોઇક રીતે કદર થતી રહી છે. ત્યારે એમ થતું કે આનાથી વધારે શું થઇ શકે? એવોર્ડનો આનંદ છે, પણ અપેક્ષા લેખક તરીકે બરાબર નથી. લેખક તરીકે તમારું કામ નિરીક્ષણ કરવાનું, કલ્પનાને વ્યક્ત કરવાનું છે. સમાજમાં જે કંઇ થઇ શકે તે સૂચવવાનું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter