લેબ સોલ્યૂશન્સનો મિનલ પટેલ 463 મિલિયન પાઉન્ડના મેડિકેર ફ્રોડમાં દોષી

ગુનાહિત કાવતરા માટે મિનલ પટેલને 60 વર્ષ કેદ થઇ શકે, માર્ચમાં સુનાવણી

Monday 19th December 2022 10:03 EST
 

લંડનઃ અમેરિકામાં ભારતીય મૂળના એક લેબ માલિકને 463 મિલિયન ડોલરના મેડિકેર ફ્રોડમાં દોષી ઠેરવાયા છે. તેમના પર દર્દીઓ માટે જરૂરી ન હોય તેવા ટેસ્ટ કરાવીને નાણા પડાવવાનો આરોપ મૂકાયો હતો. એટલાન્ટા સ્થિત લેબ સોલ્યૂશન્સ એલએલસીના માલિક 44 વર્ષીય મિનલ પટેલને 7 માર્ચ 2023ના રોજ સજાની સુનાવણી કરાશે. તેમને અપરાધિક કાવતરાના ગુનામાં 20 વર્ષ, ફ્રોડના અપરાધ માટે 10 વર્ષ, કાવતરાના બીજા એક આરોપસર પાંચ વર્ષ, કિક બેકના દરેક આરોપ માટે 10 વર્ષ અને કાવતરાના ત્રીજા આરોપ માટે 20 વર્ષ કેદની સજા થઇ શકે છે.
કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર મિનલ પટેલની માલિકીની લેબ સોલ્યુશને જિનેટિક ટેસ્ટ માટે મેડિકેર સાથે ટાઇ અપ કર્યું હતું. જુલાઇ 2016થી ઓગસ્ટ 2019ની વચ્ચે મિનલ પટેલની લેબે 463 મિલિયન ડોલરના દાવા મેડિકેર સમક્ષ રજૂ કર્યા હતા જેમાં મેડિકલી જરૂરી ન હોય તેવા જિનેટિક ટેસ્ટનો પણ સમાવેશ થતો હતો. મેડિકેરે આ પેટે મિનલ પટેલની લેબને 187 મિલિયન ડોલરની ચૂકવણી કરી હતી. તે સમયગાળામાં મિનલ પટેલને મેડિકેરની પ્રક્રિયાઓમાંથી 21 મિલિયન ડોલર પ્રાપ્ત થયાં હતાં.
મિનલ પટેલે પેશન્ટ બ્રોકરો, ટેલિમેડિસિન કંપનીઓ અને કોલ સેન્ટરો સાથે ગુનાહિત કાવતરું ઘડીને મેડિકેરના લાભાર્થીઓને નિશાન બનાવ્યા હતા. તે ટેલિમાર્કેટિંગ કોલ્સ દ્વારા દર્દીઓને ભરમાવતો હતો કે મેડિકેર દ્વારા ખર્ચાળ કેન્સર જિનેટિક ટેસ્ટ પણ કવર કરાય છે. મેડિકેરના લાભાર્થીઓ સંમત થતાં જ તેમની પાસે ટેસ્ટ કરાવતો અને ડોક્ટરના મેડિકલ રિપોટ મેળવવા તે પેશન્ટ બ્રોકરોને કટકી અને લાંચ આપતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter