લોકસભા માટે ૧૨ વિધાનસભ્યોની ઉમેદવારીઃ રાજ્યમાં ફેરચૂંટણી?

Wednesday 10th April 2019 06:14 EDT
 

ગાંધીનગરઃ ડિસેમ્બર ૨૦૧૭માં ૧૫મી વિધાનસભાની રચના થઈ ત્યારથી ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ યથાવત છે. લોકસભાની ૨૬ બેઠકો ઉપર રાજ્ય સરકારના એક પ્રધાન, વિધાનસભામાં દંડક અને વિપક્ષના નેતા સમેત ભાજપના ચાર અને કોંગ્રેસના આઠ ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે. ૧૨ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમિત શાહ ગાંધીનગરથી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. ૨૩ મેના પરિણામોમાં આ બંને કે બેઉમાંથી એકને પણ લોકસભામાં એન્ટ્રી મળે તો જૂન મહિના પહેલાં રાજ્યસભાની પેટાચૂંટણી આવશે તે નિશ્ચિત છે.
ગુજરાતમાં ચૂંટાયાના ચાર મહિનામાં ભાજપના કુંવરજી બાવળિયા માટે પેટાચૂંટણી થઈ હતી. હાલમાં લોકસભાની સાથે ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદર વિધાનસભામાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ધારાસભ્યોની લોકસભા ચૂંટણી ઉમેદવારી

પરબત પટેલ થરાદ-ભાજપ બનાસકાંઠા
ભરતસિંહ ડાભી ખેરાળુ- ભાજપ પાટણ
રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસા-કોંગ્રેસ સાબરકાંઠા
સી.જે.ચાવડા ગાંધીનગર-કોંગ્રેસ ગાંધીનગર
હસમુખ પટેલ અમરાઈવાડી-ભાજપઅમદાવાદ પૂર્વ
સોમાભાઈ પટેલ લિંબડી-કોંગ્રેસ સુરેન્દ્રનગર
લલિત કગથરા ટંકારા- કોંગ્રેસ રાજકોટ
લલિત વસોયા ધોરાજી-કોંગ્રેસ પોરબંદર
પૂંજા વંશ ઉના- કોંગ્રેસ જુનાગઢ
પરેશ ધાનાણી અમરેલી-કોંગ્રેસ અમરેલી
રતનસિંહ રાઠોડ લુણાવાડા-ભાજપ પંચમહાલ
જીતુ ચૌધરી કપરાડાં-કોંગ્રેસ વલસાડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter