ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફરી એકવાર ગુજરાત પ્રવાસ ઘડાયો છે. તેઓ ૩૦મી સપ્ટેમ્બરે, રવિવારે એક દિવસ માટે ગુજરાત આવશે. આ દિવસે તેઓ આણંદ, અંજાર કે મુન્દ્રા અને રાજકોટનાં કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાનના હંગામી શિડ્યુલની ૨૪મીએ થયેલી જાહેરાત પ્રમાણે મોદી રવિવારે સવારે ૧૦ વાગે વડોદરા આવશે. ત્યાંથી રૂ. ૨૦૦ કરોડના ખર્ચે સ્થાપિત અમૂલ ડેરીના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન મોગર ગામે કરશે. ત્યાંથી મોદી હેલિકોપ્ટર દ્વારા કચ્છ જશે. કચ્છમાં જાહેરસભા, એક અને ફેક્ટરીનું ઉદ્ઘાટન તથા ભીમાસર અંજાર-ભુજ નેશનલ હાઇવેનું ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં હાજરી આપશે.
અત્યાર સુધી આ બધા કાર્યક્રમો અંજાર ખાતે યોજાવાના નક્કી હતા, પણ ફેક્ટરી મુન્દ્રાની હોઇ ત્યાં એક સાથે કાર્યક્રમો યોજવાની કોશિશ ચાલી રહી હોવાનું જણાવાઇ રહ્યું છે. કચ્છથી સાંજે ૪થી૫ વાગ્યા વચ્ચે તેઓ રાજકોટ આવશે. ત્યાં મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા આલ્ફ્રેડ સ્કૂલને મ્યુઝિયમમાં ફેરવાવમાં આવી છે તેનું લોકાર્પણ કરશે.


