વડા પ્રધાનના જન્મદિને ગાંધીનગરને ૨૪ કલાક પાણીના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

Saturday 26th September 2020 04:42 EDT
 

ગાંધીનગર: વડા પ્રધાન મોદીના ૭૦મા જન્મદિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરને ૨૪ કલાક પાણી પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. પાટનગરના નાગરિકોને હાલમાં દૈનિક ૬.૫ કરોડ લીટર પાણી મળે છે. દૈનિક ૧૬ કરોડ લીટર પાણી પૂરું પાડી શકાય તેના માટે રૂ. ૨૯૯ કરોડના ખર્ચે નવો પ્રોજેક્ટ અમલમાં આવતાં નિરંતર પાણી પૂરું પાડવામાં ગાંધીનગર દેશનું પ્રથમ શહેર બનશે.
ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને અમૃત કાર્યક્રમ હેઠળ રૂ. ૨૨૯ કરોડના ખર્ચે ગાંધીનગરમાં ૨૪ કલાક પીવાના પાણીની યોજના છે. આ પ્રોજેક્ટનું દિલ્હીથી ઓનલાઈન ઈ-ખાતમુહૂર્ત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, ઈશ્વર મોદીજીને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter