વડા પ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીનાં પત્નીનું નિધન

Wednesday 08th May 2019 06:12 EDT
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીનાં ૫૫ વર્ષીય પત્ની ભગવતીબહેનનું પહેલી મેએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. હૃદયરોગનાં હુમલાથી તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું કે, ભગવતીબહેન છેલ્લાં ઘણાં વર્ષોથી ડાયાબીટિસ, બ્લડપ્રેશર અને હૃદયરોગની બીમારીથી પીડાતાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter