વડોદરાઃ જરોદના જયદીપ ફાર્મ હાઉસમાં વીક એન્ડ પાર્ટી કરવા આવેલા નબીરાએ દારૂના નશામાં ધૂત બની બૂમો પાડતા હતા ત્યારે જ વાઘોડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ૩૫ નશાબાજોને ઝડપી પાડી ૭ કાર, ૪ બાઈક અને ૨૮ મોબાઇલ સહિત રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફાર્મહાઉસના માલિકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.