વડોદરાઃ મૂળ નોંધણાના વતની અને વડોદરા નિવાસી નટુભાઇ રાવજીભાઇ પટેલનું સોમવાર તા. ૧૭ ઓક્ટોબરના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતા. તેઓ વર્ષોપર્યંત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિસિટી વિભાગમાં માનવંતી સેવા આપતા હતા. તેમજ નાટ્યપ્રવૃત્તિમાં પણ તેમને ખૂબ રસ હતો. તેમની નાટ્યસંસ્થાએ ભારતમાં વિવિધ સ્થળોએ તેમજ વિદેશમાં બ્રિટન સહિત અનેક દેશોમાં નાટકો રજૂ કર્યા હતા.
સદગત તેમની પાછળ પત્ની શ્રીમતી ચંપાબહેન, બે પુત્રીઓ કલ્પનાબહેન તથા કીર્તિબહેન અને બે પુત્રો કમલેશભાઇ તથા પ્રજ્ઞેશભાઇ સહિતનો બહોળો પરિવાર મૂકી ગયા છે.


