વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા

Wednesday 21st June 2017 07:00 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે સારું ચોમાસું છે તેવા એંધાણ છે. દેશી પદ્ધતિ-વૈજ્ઞાનિક ઉપકરણો આધારે પણ સારા ચોમાસાની આગાહી કરાઈ છે, પણ શરૂઆતના તબક્કામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
જૂનના પહેલા અઠવાડિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો જેના પગલે સારા વરસાદના એંધાણ વર્તાયા હતા, પણ એ પછી વરસાદ અચાનક ખેંચાયો છે. શરૂઆતમાં વરસાદ વરસતાં ખેડૂતોએ જુવાર, મકાઈ, તુવેર, મગફળી, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. છેલ્લા એકાદ અઠવાડિયામાં આખાયે રાજ્યમાં કુલ મળીને ૨,૦૫,૭૦૦ હેક્ટરમાં માત્ર ૨.૪૦ ટકા વાવેતર થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter