ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ઓએસએસ એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ૨૩ ઓક્ટોબરે રાહુલ ગાંધીના હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે તો બીજી તરફ વરુણ પટેલ અને રેશમા પટેલના ભાજપમાં જોડાઈ જવાથી રાજ્યભરમાં પાટીદાર આંદોલનકારીઓ અને સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર વરુણ અને રેશમાના પૂતળાંનું દહન થઈ રહ્યું છે.


