અમદાવાદઃ બ્રેઇનડેડ વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ અસામાન્ય સંજોગોમાં કરવામાં આવે છે. અમદાવાદમાં વર્ષે આવા ૩૫ કેસ બન્યા છે. ત્યારે જીવિત વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ પડકારજનક હોવાના કારણે ઓછા થતા હોય છે. અમદાવાદમાં રહેતી ૪૨ વર્ષની પુત્રવધૂ શીતલ બ્રહ્મભટ્ટે પોતાના ૭૮ વર્ષના સસરા નવનીત બ્રહ્મભટ્ટને લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યાનો કદાચિત પહેલો કિસ્સો બન્યો છે. મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના તબીબોએ જ્યારે પરિવારને એમ કહ્યું કે, નવનીતભાઈને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું એ જ આખરી વિકલ્પ છે. કેડેવરમાં વેઇટિંગ છે, જો પરિવારમાંથી કોઈ લિવર આપી શકે તો કહો. આ જ ઘડીએ તેમની જ પુત્રવધૂએ લિવર આપવાની હિંમત દર્શાવી અને સફળતાપૂર્વક આ સર્જરી પાર પાડવામાં આવી હતી.

