નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયે બિઝનેસ કરવામાં સરળતા (ઇઝ ઓફ ડુઇગ બિઝનેસ)ની બાબતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેંકિંગ જારી કર્યાં છે. જેમાં ગુજરાત ૧૦માં ક્રમે ધકેલાયું છે. રેંકિંગમાં ગઇ વખતે ગુજરાત પાંચમા ક્રમે હતું. આ વખતે પણ આંધ્ર પ્રદેશ પ્રથમ ક્રમે છે જ્યારે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે પહોંચી ગયું છે. તેલંગાણા બીજા ક્રમેથી ત્રીજા ક્રમે આવ્યું છે. આ અગાઉ છેલ્લે ૨૦૧૮માં ઇઝ ઓફ ડુંઇંગ બિઝનેસ રેંકિંગ જારી કરાયા હતા.
ટોપ ટેન રાજ્ય
રાજ્ય - ૨૦૨૦ - ૨૦૧૮
આંધ્ર પ્રદેશ - ૧ - ૧
ઉત્તર પ્રદેશ - ૨ - ૧૨
તેલંગાણા - ૩ - ૨
મધ્ય પ્રદેશ - ૪ - ૭
ઝારખંડ - ૫ - ૫
છત્તીસગઢ - ૬ - ૬
હિમાચલ ૭ -
રાજસ્થાન - ૮ - ૯
પ. બંગાળ - ૯ - ૧૦
ગુજરાત - ૧૦ - ૫