વાઇબ્રન્ટ સમિટ સુધી અધિકારીઓના વિદેશ પ્રવાસ અટકાવી દેવાયા

Wednesday 31st October 2018 06:42 EDT
 
 

ગાંધીનગરઃ પખવાડિયા પહેલા રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્ય પ્રધાનના અગ્રસચિવ મનોજકુમાર દાસ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરી, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા સહિત અડધો ડઝનથી વધુ વરિષ્ઠ સનદી અધિકારીઓના વિદેશ પ્રવાસના કારણે એકસાથે ગેરહાજરી જોતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ક્રોધે ભરાયા હતા.
મુખ્ય પ્રધાને તાત્કાલિક વિદેશ પ્રવાસો નિયંત્રિત કરવા મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘને સચૂના આપી હતી. જેને પગલે જાન્યુઆરી ૧૯માં વાઈબ્રન્ટ સનિટ પૂર્ણ ના થાય ત્યાં સુધી સનદી અધિકારીઓ સહિત તમામ અધિકારીઓના વિદેશ પ્રવાસો ઉપર રોક લગાવાઈ છે. સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી વિભાગોના સનદી અધિકારીઓ તથા બોર્ડ-નિગમોના વડા અધિકારીઓ વિદેશ મુસાફરીની અનુમિત માટે સરકારને મોકલે છે ત્યારે અનુભવે એવું જણાયું છે કે, સમાન સમયગાળામાં એકસાથે કેટલાક અધિકારીઓ તરફથી દરખાસ્ત મળે છે. અને એમને પરવાનગી અપાય છે. ત્યારે ઘણીવાર મુખ્ય મથકે કે મુખ્ય કાર્યક્રમોમાં વડા અધિકારીઓની એક સાથે ગેરહાજરી જોવા મળે છે. જેને કારણે મોટા પ્રશ્નો ઊભા થાય છે. આથી ભવિષ્યમાં વિભાગોના વડા અધિકારીઓની વિદેશ મુસાફરી એકસાથે ના ગોઠવાય તેની કાળજી લેવામાં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter