વાઈબ્રન્ટ સમિટ નેતાઓ દ્વારા વિવિધ રાજ્યોમાં રોડ-શો

Thursday 15th November 2018 11:06 EST
 

અમદાવાદઃ જાન્યુઆરી, ૧૮, ૧૯ અને ૨૦મીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યમાં યોજાવાની છે. તાજેતરમાં જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો મોટો કાર્યક્રમ સંપન્ન થયા બાદ હવે સરકારનું ધ્યાન આગામી વાયબ્રન્ટ સમિટ પર મંડાયું છે. તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલુ થઇ ગઈ છે. આગામી દિવસોમાં સરકારનાં જુદા જુદા વિભાગોનાં પ્રધાનો અન્ય રાજ્યોમાં જઇને રોડ-શો તથા પ્રદર્શન કરશે.

નવેમ્બરના ત્રીજા અઠવાડિયાથી લઇને ડિસેમ્બર મહિનામાં પણ આવા રોડ શો યોજવામાં આવશે. ખાસ કરીને પ્રધાનો દેશનાં ચાવીરુપ અને મહત્ત્વનાં મોટા શહેરોમાં જઇને રોડ-શો કરશે. તેઓ જે-તે વિભાગનાં આઇએએસ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ સાથે લઇ જશે. આ પ્રતિનિધિ મંડળ જે-તે શહેરોમાં સ્થાનિક અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાપારી સંગઠનો અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. તેમજ વાઇબ્રન્ટમાં આવવા માટેનું આમંત્રણ પાઠવશે.

૧૯મી નવેમ્બરે ઉર્જાપ્રધાન સૌરભ પટેલ ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે પૂણેની મુલાકાત લેશે. જેમાં એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝ, નાણાકીય સંસ્થાનોનાં આગેવાનોને મળીને ગુજરાતમાં રોકાણ કરવામાં કેટલા ફાયદા છે તેની સમજાવટ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter