ગાંધીનગરઃ ગુજરાત સરકાર જાન્યુઆરી ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટ માટે ૧૦ સિનિયર આઇએએસ ઓફિસરોને વિદેશ પ્રવાસે મોકલી રહી છે. જુલાઈથી ઓગસ્ટ વચ્ચે વિદેશયાત્રાએ જનારા ઓફિસરોને વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરે તેવા રોકાણકર્તા શોધવાની ટાસ્ક સોંપાઈ છે.
વાઇબ્રન્ટ સમિટ દર બીજા વર્ષે યોજાય છે. દર બીજા વર્ષે આઇએએસ ઓફિસરોને સરાકરી ખર્ચે વિદેશ પ્રવાસે મોકલવાનો સિલસિલો આ વર્ષ પણ યથાવત્ રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં ગુજરાત સરકારના ઓફિસરો સાથેના ડેલિગેશનમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ નીરસતા દાખવી હતી. આમ છતાંયે સરકારે ફરીથી તેમને સમિટના આમંત્રણ અને ગુજરાતના પ્રમોશન માટે ડેલિગેશનમાં જોડાવવા દબાણ વધાર્યું છે. અત્યાર સુધીની વાઇબ્રન્ટ સમિટની ઉપલબ્ધિનો હિસાબ પણ એમઓયુ જેવો જ રહ્યો છે. વેબસાઇટ પર વર્ષ ૨૦૧૧થી ૨૦૧૭ સુધીની ચાર સમિટનો હિસાબ આપ્યો છે. જેમાં જેટલા એમઓયુ થયા તેના ૫૦ ટકા તો મંજૂર થયા નથી. અને જે થયા છે તેમાંથી પણ ૫૦ ટકા કંપનીઓ તો પ્રોજેક્ટ પડતા મૂકીને છૂમંતર થઈ છે.

