ગાંધીનગરઃ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવાના નામે દર બે વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થાય છે અને એમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ કરી એ દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું મૂડીરોકાણ આવશે તથા લાખો લોકોને રોજગારી મળશે એવી જાહેરાતો રાજ્ય સરકાર કરે છે. પરંતુ વાસ્તવિક ફળશ્રુતિ ઘણી ઓછી થાય છે અને આ સંદર્ભના વાસ્તવિક આંકડા પણ રાજ્ય સરકાર દ્વારા છુપાવવામાં આવે છે. ૨૦મી માર્ચે વિધાનગૃહમાં કેબિનેટ પ્રધાન સૌરભ પટેલે રાજ્ય સરકાર તરફથી જાહેર કર્યું હતું કે, ૨૦૧૫માં જે ઈન્વેસ્ટર્સ સમિટ યોજાયેલી તેમાં કરાયેલા ૨૧૩૦૪ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન એટે કે એમઓયુ પૈકી ૨૧ ટકા એટલે કે ૪૪૬૬ પ્રોજેક્ટ માટેના એમઓયુ બ્લોક અર્થાત રદ કરાયા છે.

