વિજયનગર, હિંમતનગરઃ સાબરકાંઠાના વિજયનગરથી ૨૦ કિમી દૂર આંતરસુંબા આશ્રમ નજીક સોમવારે સવારે રોંગ સાઇડે ધસી આવેલી ટ્રક સામેથી આવતી જીપને ધડાકાભેર અથડાતાં ૩ જણાનાં ઘટના સ્થળે અને બાકીના ૫નાં સારવાર દરમિયાન મોત થતાં આંકડો ૮ થયો હતો. જ્યારે જીપચાલક સહિત ૨૪ જણાને ગંભીર ઇજા થતાં ખેડબ્રહ્મા અને હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જેમાં ૩ની હાલત નાજુક બતાવાઇ રહી છે. મૃતકોમાં બે સગી બહેનો અને બે સગાભાઇનો પણ સમાવેશ થાય છે.


