અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન(AACA)ના ઉપક્રમે શહેરના વિજ્ઞાપન જગતની શ્રેષ્ઠ પ્રતિભાઓનું વિવિધ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં એડગુરુ પ્રહલાદ કક્કડ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત હતા. જે એજન્સીને એવોર્ડ મળ્યો છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટેગરીમાં અશ્વિન એન્ડ કં.ને સુવર્ણ, FMCGમાં ગિરિરાજ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગને સુવર્ણ, ઓટોમોબાઇલ્સમાં GAM ઇન્ડિયા ઇન્કને સુવર્ણ, કન્ઝ્યુમર ડ્યુરેબલ એન્ડ અપ્લાયન્સિસમાં અમોલા એડવર્ટાઇઝિંગને સુવર્ણ, લાઇફ સ્ટાઇલ કેટેગરીમાં આદીશ્વર એડવર્ટાઇઝિંગને સુવર્ણ, હોસ્પિટાલિટીમાં વર્ધમાન એડવર્ટાઇઝિંગને સુવર્ણ, ફાઇનાન્સમાં ગોલ્ડમાઇન એડવર્ટાઇઝિંગને સુવર્ણ, એજ્યુકેશનમાં શાર્પ મીડિયા સર્વિસિસને સુવર્ણ, કોર્પોરેટ એન્ડ ગવર્મેન્ટમાં અજિત એડ્ઝને સુવર્ણ, હેલ્થકેરમાં આદીશ્વર એડવર્ટાઇઝિંગને સુવર્ણ , એન્ટરટેઇન્ટમેન્ટમાં પી.ગૌતમ એન્ડ કં.ને સુવર્ણ, ઇનોવેશન એન્ડ રિસ્પોન્સમાં અજિત એડ્ઝને સુવર્ણ, સોશિયલ કોઝમાં પી. ગૌતમ એન્ડ કં.ને સુવર્ણ, ટીવી-સિનેમામાં પબ્લિસિટી પાર્લરને સુવર્ણ, રેડિયો સેક્ટરમાં પૂર્ણિમા એડ એજન્સીને સુવર્ણ, આઉટડોરમાં અજિત એડ્ઝને સુવર્ણ એવોર્ડ અપાયા હતા. AACAના પ્રેસિડેન્ટ અજિત શાહે કહ્યું હતું કે, ‘આ એસો.ના સભ્યોની યાદીમાં ૮૫ વિજ્ઞાપન સંસ્થા છે. જેમને સમજાયું છે કે સર્જનાત્મકતાના બહુમાન માટે રજત જયંતિ જેવા કાર્યક્રમોની ઉજવણી શ્રેષ્ઠ માર્ગ છે. એવોર્ડની કેટેગરી માટે ૬૦૦ એન્ટ્રી આવી હતી.’


