વિઝિટર બુકમાં ટ્રમ્પે ગાંધીજીને ભૂલી મોદીની મિત્રતાને મહત્ત્વ આપ્યું

Friday 28th February 2020 02:26 EST
 
 

અમદાવાદ: ‘મારા મહાન મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને - આ અલૌકિક મુલાકાત બદલ તમારો આભાર’ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની પોતાની મુલાકાત અંગે આશ્રમના મુલાકાતીઓની ડાયરીમાં આ સ્વ-હસ્તે સંદેશ લખ્યો. પરંતુ, જેવા તેમની આ નોંધના સમાચાર જાહેર થયા કે તરત જ સોશિયલ મીડિયામાં પ્રમુખ ટ્રમ્પનો આ મેસેજ અને તેમના તથા ફર્સ્ટ લેડીએ આ સંદેશ નીચે કરેલા હસ્તાક્ષર પર આકરી ટીકાનો મારો શરૂ થયો હતો.

ટીકાનો મુખ્ય સૂર એ જ હતો કે, એક દેશના પ્રમુખ જ્યારે યજમાન દેશના રાષ્ટ્રપિતાનો દરજ્જો ધરાવતા મહાનુભાવના સ્થાનની મુલાકાત લે અને તે વિષે પોતાની લાગણી વ્યક્ત કરતી નોંધ મુલાકાત ડાયરીમાં મૂકે ત્યારે તેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો, તેમના આશ્રમનો કે જીવન-કવન-વિચારોનો કોઈ જ ઉલ્લેખન ન કરે અને વર્તમાન વડા પ્રધાનની ભરપેટ પ્રશંસા કરે તે અજૂગતુ લાગે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter