વીતેલા વર્ષનું વિહંગાવલોકન ૨૦૧૯ - ગુજરાતઃ સરદાર સરોવર ૧૩૮. ૬૮ની સર્વોચ્ચ સપાટીએઃ વડા પ્રધાને જન્મદિને નર્મદા નીર વધાવ્યા

વિતેલા વર્ષનું વિહંગાવલોકન ૨૦૧૯

Thursday 16th January 2020 02:30 EST
 
સરદાર સરોવર ૧૩૮. ૬૮ મીટરની સર્વોચ્ચ સપાટીએઃ વડા પ્રધાને જન્મદિને નર્મદા નીર વધાવ્યા
 

(ગતાંકથી ચાલુ...)
જુલાઈ
• કામદારોનાં રોષ વચ્ચે ભાવનગરની આલ્કોક એશડાઉન બંધ
• અમદાવાદનો પરિવાર ભાવનગર કોઝ-વેમાં તણાયોઃ ૪નાં મૃત્યુ
• બેંકફ્રોડ કેસમાં સાંડેસરા બંધુની રૂ. ૯૭૭૮ કરોડની મિલકત ટાંચમાં
• રાજ્યસભાની બંને બેઠકો ભાજપનેઃ એસ. જયશંકર – જુગલ ઠાકોરની જીત
• હરેન પંડ્યા હત્યા કેસઃ ૧૨ આરોપી કસૂરવાર જાહેર
• અમિત જેઠવા કેસઃ દિનુ બોઘા સહિત ૭ને આજીવન, દોષીઓને રૂ. ૬૦ લાખ દંડ
• ગુજરાતના રાજ્યપાલ પદે આચાર્ય દેવવ્રત
• અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં
• મોમ્બાસાના કચ્છી હસમુખ ભુડિયાના રૂ. ૨૩ કરોડના દાનથી નિર્મિત છાત્રાલયનું લોકાર્પણ
• નૂતન દિલ્હીના શિલ્પી શીલા દીક્ષિતનું નિધન
• અક્ષરધામ હુમલા કેસઃ આરોપી મોહમ્મદ યાસીન ૧૭ વર્ષે પકડાયો
• સૌરાષ્ટ્રના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયાનું અવસાન
• ગુજરાતી પત્રકારત્વના લિવિંગ લિજેન્ડ કાંતિ ભટ્ટનું સન્માન

ઓગસ્ટ
• ગુજરાતમાં સાર્વત્રિક મેઘઃ વિશ્વામિત્રીના પૂરે વડોદરાને ધમરોળ્યું
• અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન માટે ઈ-ગેટ સિસ્ટમ વિકસાવાઈ
• રાજ્યમાં ૫ વર્ષનો સૌથી વધુ વરસાદઃ ૩૫થી વધુ જળાશય છલકાયા
• સતાધારના મહંત જીવરાજબાપુનું નિધન
• એસએમવીએસ સ્વામીનારાયણ સંસ્થાના સંસ્થાપક પૂજ્ય બાપુજી બ્રહ્મલીન

સપ્ટેમ્બર
• સરદાર સરોવર ૧૩૮. ૬૮ મીટરની સર્વોચ્ચ સપાટીએઃ વડા પ્રધાને જન્મદિને નર્મદા નીર વધાવ્યા
• બ્રિટિશ હાઈ કમિશનર એસ્કવિથ ગુજરાતની મુલાકાતે
• ગુજરાતના ૭૯ આઈએએસ અધિકારીઓની બદલી
• નક્સલવાદ ફેલાવવાના કેસના સૂત્રધાર કોબાડ ગાંધીની ધરપકડ
• લાડુડી ખાઈને નીલકંઠ ન થવાયઃ મોરારિબાપુના નિવેદનથી વિવાદ, બાદમાં સમાધાન
• ગુજરાત હાઈ કોર્ટના ચિફ જસ્ટિસ તરીકે વિક્રમ નાથની વરણી
• અબુધાબીમાં ફસાયેલા મેઘપરના પ ખલાસી હેમખેમ પરત
• વડતાલ ગાદી વિવાદઃ દેવ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તૂટ્યું
• સોમનાથ મંદિરના પુજારીઓને પ્રથમ વખત ડ્રેસકોડ અપાયો
• આશરે ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલા ૪ સિંહોને બચાવાયા
• માવતર સંસ્થા દ્વારા ૧૭૫૯૫ દર્દીઓને નિઃશુલ્ક સારવારનો વિક્રમ
• માતૃભૂમિ કંપનીના ડિરેક્ટરની આશરે રૂ. ૩૦૦ કરોડની છેતરપિંડી
• વડતાલ સ્વામીનારાણના સ્વામી સુવ્રત સામે સગીર સાથે દુષ્કર્મનો આક્ષેપ
• વિદેશ જવા ઉત્તર પ્રદેશ બિહારની યુનિવર્સિટીમાંથી બોગસ ડિગ્રીની ખરીદીનું કૌભાંડ પકડાયું
• ૨૦૦૨માં જેહાદી મુફતીને ફંડ આપનાર મહંમદ યુસુફની ધરપકડ
• ગુજરાતમાં ૧૦૦ માળની બિલ્ડિંગને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી
• રૂ. ૮૬૭ કરોડનું લોનકૌભાંડઃ સાઈ ઇન્ફોના સુનીલ કક્કડની ધરપકડ
• અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટમાં ટ્રાવેલ્સ બસ પલટીઃ ૨૨નાં મોત
• ધોલેરામાં રૂ. ૧૦૫૦૦ કરોડના રોકાણ માટે ચીન સાથે કરાર
• સુરતમાં ક્રિપ્ટોકરન્સીનું રૂ. ૧૦૦ કરોડથી વધુનું કૌભાંડ પકડાયું

ઓક્ટોબર
• રૂ. ૨૭૨ કરોડના ડ્રગ કેસમાં રાજકારણી ભાવસિંહના પુત્ર સહિત છને ૧૦ વર્ષ કેદ
• કચ્છના લક્કી નાકા પાસેથી રૂ. ૧૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો
• કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટના તજજ્ઞ પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદીનું નિધન
• બદનક્ષી કેસમાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર થયા
• ફેરવેલ્થ કંપનીનું રૂ. ૧૦૩ કરોડમાં ઉઠમણું
• કચ્છના હરામીનાળામાંથી પાંચ પાકિસ્તાની બોટ ઝડપાઈ
• આદર્શ સોસાયટી કાંડઃ પ્રમોટર્સની રૂ. ૧૪૮૯ કરોડની મિલકતો જપ્ત
• મુખ્ય પ્રધાન રૂપાણી ઉઝબેકિસ્તાનની મુલાકાતે
• દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડઃ વિપુલ ચૌધરી સહિત ૨૨ સામે ચાર્જશીટ
• છ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઃ ભાજપ અને કોંગ્રેસ બંનેને ૩-૩ બેઠકો, અલ્પેશ ઠાકોરનો કારમો પરાજય

નવેમ્બર
• ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું
• ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન દિલીપ પરીખનું ૮૨ વર્ષે અવસાન
• અમદાવાદ એરપોર્ટ પર એક માસમાં ૨ લાખ વિદેશી પ્રવાસીઓની અવર-જવરનો વિક્રમ
• બાણેજ તીર્થના એકમાત્ર મતદાર મહંત ભરતદાસ બાપુનો દેહવિલય
• ગુજરાત વિધાનસભામાં ‘ગુજટોક’ બિલ પસાર
• અમદાવાદ–સુરતઃ બે એરપોર્ટ પરથી ૧૮.૭૯ કરોડનું સોનું પકડાયું
• જયંતી ભાનુશાળી કેસઃ મનીષા - સુરજીતભાઉ રિમાન્ડ પર
• ખનીજ ચોરી કેસમાં સસ્પેન્ડ ધારાસભ્ય ભગા બારડનું સસ્પેન્શન રદઃ હાઈ કોર્ટ
• રૂ. ૮૬૭ કરોડના બેંક ડિફોલ્ટર સુનીલ કક્કડની મિલકતો ટાંચમાં
• સુરતની ૬ કંપનીએ એસબીઆઇને રૂ. ૫૭૫ કરોડનો ચૂનો લગાડ્યો
• મોમ્બાસાના હસમુખભાઈ ભુડિયા દ્વારા વતન કચ્છમાં રૂ. ૧૫૦ કરોડનું દાન
• તલગાજરડામાં મોરારિબાપુની નિશ્રામાં ૨૨ દીકરીઓના સમૂહ લગ્ન
• આચાર્ય જયઘોષસૂરીશ્વરજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા
• રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદઃ ખેતપેદાશને ભારે નુકસાન

ડિસેમ્બર
• પારસી સમાજમાં સંભવિત પ્રથમ છૂટાછેડાની અરજી મંજૂર
• ઊંઝામાં લક્ષચંડી યજ્ઞઃ ૫૦ હજાર એનઆરઆઈ સહિત ૮૦ લાખ ભક્તો ઉમટ્યા
• ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાના સર્વિસ સેન્ટરનો પ્રારંભ
• ભૂજમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન
• દિશમાન ફાર્મા ગ્રૂપના ૧૯ સ્થળે આઈટીના દરોડાઃ ૧૭ લોકર સીલ
• સીએએ અને એનઆરસી વિરોધઃ અમદાવાદ- વડોદરામાં હિંસા
• ગુજરાતમાં ૧૦૦૦૦ જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ
• વરિષ્ઠ પત્રકાર, હિન્દુસ્થાન ન્યૂઝ એજન્સીના બ્યૂરો ચીફ અને એબીપીએલ ગ્રૂપના સ્વજન ભૂપતરાય પારેખનું નિધન (સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter