ગાંધીનગરઃ રાજ્યમાં વિધવા પુનઃલગ્નને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષના બજેટમાં જાહેર થયેલી ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનું અમલીકરણ શરૂ કરવા માટે હવે મહિલા અને બાળવિકાસ વિભાગે જીઆર બહાર પાડયો છે, જેમાં કુલ રૂ. ૫૦ હજારની આર્થિક સહાય બે તબક્કામાં અપાશે.
રૂ. ૨૫ હજાર પુનઃલગ્ન કરનાર વિધવાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાશે અને રૂ. ૨૫ હજારના ૬ વર્ષે રાષ્ટ્રીય બચતપત્રો અપાશે.
પહેલીવાર વિધવા પુનઃલગ્નને ઉત્તેજન આપવા માટે આ પ્રકારની યોજના શરૂ થઈ રહી છે, જેમાં ૧૮થી ૫૦
વર્ષની વિધવા બહેનોને આવરી લેવાઈ છે.