રાજ્ય સરકારે બે વર્ષ અગાઉ જાહેરાત કરી હોવા છતાં સચિવાલય સંકુલ સંપૂર્ણપણે વાઈફાઈથી સજ્જ કરી શકાયું નહોતું. જોકે હવે વિધાનસભા પરિસર વાઈફાઈથી સજ્જ બન્યું છે. ૨૫મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ ગણપત વસાવાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિધાનસભા સંકુલના ત્રણ માળ સુધી વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ સુવિધાના ઉપયોગ માટે ધારાસભ્યોને તેમના વિસ્તાર પ્રમાણે જી-સ્વાન આધારિત ડોમેઇન એકાઉન્ટ અને પાસવર્ડ અપાયા છે.

