ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ૭ બેઠકોની પેટાચૂંટણી મોટાભાગે મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી સાથે યોજાશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની મુદત ૨૦ ઓક્ટોબરની આસપાસ પૂરી થાય છે એટલે ઓક્ટોબરના બીજા અઠવાડિયે ચૂંટણીઓ થવાની શક્યતા છે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો ઉપરના ભાજપી ધારાસભ્યો લોકસભામાં સંસદ સભ્ય તરીકે ચૂંટાતા, ખાલી પડેલી છે. રાધનપુર અને બાયડ બેઠકોના ભાજપમાં ભળતાં પૂર્વે ખાલી થયેલી છે. જ્યારે મોરવા હડફ બેઠક કોર્ટ ચુકાદાને લીધે ખાલી થઈ છે. એમ તો તાલાળા અને દ્વારકા બેઠકો પણ ખાલી પડી છે, પરંતુ ત્યાંનો મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે. પાર્ટીની સદસ્યતા નોંધણી ઝુંબેશ હાલ ચાલી રહી છે, તેમાં પેટાચૂંટણીના વિસ્તારમાં વધુ ઝોક અપાઈ રહ્યો છે.
અમિત શાહ અમદાવાદ આવી રહ્યાં છે ત્યારે આ મુદ્દે પરામર્શ થશે. કોંગ્રેસમાં વિવિધ ચૂંટણીઓમાં હારતા રહેલા તથા સંગઠન મજબૂત કરવામાં નિષ્ફળ રહેલા નેતાઓ જેવા કે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઠવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, ડો. તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર તથા દીપક બાબરિયાનું ફરી એકવાર પાણી માપવા અને એમને છેલ્લી તકરૂપે એક-એક બેઠક જીતાડવાની જવાબદારી સોંપાઈ છે.
બેઠક
અમદાવાદની અમરાઇવાડી
બનાસકાંઠાની થરાદ
પાટણની રાધનપુર
મહેસાણાની ખેરાલુ
અરવલ્લીની બાયડ
મહીસાગરની લુણાવાડા
પંચમહાલની મોરવા હડફ

