અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દિવાળી પ્રસંગે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને આવેલા છે. આમ તો અમિત શાહનો પ્રવાસ પારિવારિક કારણોસરનો કહેવાય છે પરંતુ શાહને મળવા મુખ્ય પ્રધાન-ઉપ મુખ્ય પ્રધાનથી લઈને ભાજપના સંગઠનના તેમજ સરકારના મહત્ત્વના લોકો જઈ ચૂક્યા હતા. તેમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ઉત્તર ગુજરાતનાં સહકારી ક્ષેત્રના મજબૂત આગેવાન વિપુલ ચૌધરીએ પણ દિવાળીના દિવસે અમિત શાહની મુલાકાત લેતા રાજકીય તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.


