ભુજ: ધોળાવીરા અને તેલંગાણાના રામપ્પા મંદિર વિશ્વ ધરોહર જાહેર થઇ ગયા છે. તેની સાથે ભારતમાં વિશ્વ ધરોહર સ્થળોની સંખ્યા ૪૦ થઇ ગઇ છે. દુનિયામાં સંખ્યાની દ્રષ્ટીએ હવે ભારત છઠ્ઠા અને એશિયામાં ચીન બાદ બીજા નંબર પર આવી ગયો છે. તો ભારતની વાત કરવામાં આવે તો એક માત્ર મહારાષ્ટ્રમાં ગુજરાત કરતા વધારે ૫ વિશ્વ વિરાસત સ્થળ છે. બીજા નંબર પર ગુજરાતની સાથે રાજસ્થાન છે. જ્યાં ૪-૪ વર્લ્ડ હેરિટજ સાઇટ આવેલી છે. ભારતે ૧૮૮૩માં યુનેસ્કોના કન્વેન્સનમાં સહભાગી ગયું હતું. તે જ વર્ષે અંજતા-ઇલોરાની ગુફાઓ, આગ્રા કિલ્લો અને તાજમહેલનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો હતો.