અમદાવાદઃ કેલિફોર્નિયા ખાતે યોજાતી હેના કોમ્પિટીશન, ધી બિગ હેના કોન્ટેસ્ટ ૨૦૧૬માં આઠ રાઉન્ડમાં અલગ અલગ થિમ પર મહેંદીની ડિઝાઇન બનાવીને ગાંધીનગરની અર્પિતા જોષી વિશ્વકક્ષાએ વિજેતા જાહેર થઈ છે. ટોપ-૨માં પહોંચેલી અમેરિકાની પ્રતિસ્પર્ધી લેહ મેક ક્લોસકીને હરાવીને તે વિજેતા બની હતી. વિશ્વભરનાં મહેંદીનાં કલાકારોને પ્રોત્સાહન આપવાનો આ સ્પર્ધાનો હેતુ હતો.
આ એક ઓનલાઇન કોન્ટેસ્ટ હતી, જેમાં કલાકારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ડિઝાઇન મૂકવાની હતી. સ્પર્ધામાં તેમણે ફાઇનલમાં પહોંચવા માટે અર્ધનારેશ્વર બનાવ્યા હતા, તેમજ અંતિમ રાઉન્ડમાં માસ્ક બનાવવાના હતા, જેના માટે તેમને સૌથી વધુ લાઇક્સ અને હિટ્સ મળ્યા હતા અને તે વિજેતા થયા. વિજેતા અર્પિતાને યુએસની હેના એન્ડ બોડી આર્ટ ટ્રેનિંગ કેમ્પની સ્પોન્સરશિપ મળી છે.


