અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવીણ તોગડિયા પાસેથી વડપણ છીનવાયા પછી દેશભરથી તેમના સમર્થક ૨૦૦થી વધુ હોદ્દેદારોની પણ હકાલપટ્ટી કરી દેવાઈ છે. વીએચપી દ્વારા તમામ લોકોને ઇમેલ કરીને હકાલપટ્ટીની જાણ કરાઈ છે. તાજેતરમાં વીએચપીની યોજાયેલી ચૂંટણીમાં પ્રવીણ તોગડિયાની હાર થઇ હતી. ત્યારબાદ તેમના દ્વારા કરાયેલા ઉપવાસમાં જોડાયેલા તમામ લોકોને તથા વિવિધ હોદ્દેદારોને તેમના પદેથી કાઢી મુકાયા છે. પ્રવીણ તોગડિયા દ્વારા ભાજપ સરકારની હિંદુત્વની નીતિઓનો વિરોધ કરાઈ રહ્યો છે. જેને કારણે તેમને વીએચપીમાંથી હાંકી કઢાતા તેમના સાથીઓએ પણ રાજીનામાં ધરી દીધા હતા. આ અંગે વીએચપીના ડો. કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે, અમે હિંદુ સમાજ માટે કામ કરવા માટે કટિબદ્ધ છીએ. અમારું કામ ચાલુ રહેશે. ગૌ રક્ષકોને ગુંડા કહેનારી સરકાર અમારે નથી જોઇતી.

