વીજળી મેળવવા મધ્ય પ્રદેશ ગુજરાતના હકનું પાણી નથી છોડતું?

Wednesday 24th July 2019 07:32 EDT
 

અમદાવાદઃ મધ્ય પ્રદેશ સરદાર સરોવરના રિવર બેડ પાવર હાઉસમાંથી જો વીજળી પેદા થાય તો એમાંથી ૫૭ ટકા ઈલેક્ટ્રીસિટી મધ્ય પ્રદેશને મળે એ માટે મધ્ય પ્રદેશ ગુજરાતના હકનું છે એ પાણી છોડતું નહીં છોડવાની ધમકી આપી રહ્યું હોવાના અહેવાલ છે. સરદાર સરોવરમાં ૧૨૦૦ મેગાવોટના રિવર બેડ હાઉસ અને ૨૫૦ મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ મળી ૧૪૫૦ મેગાવોટ ક્ષમતા છે. આ વીજળીમાંથી મધ્ય પ્રદેશના હિસ્સામાં ૫૭ ટકા, મહારાષ્ટ્રના હિસ્સામાં ૨૭ ટકા અને ગુજરાતને ભાગે ૧૬ ટકા આવે છે. અત્યારે કેનાલપાવર હાઉસમાંથી વીજ ઉત્પાદન થાય છે અને નિયમ મુજબ ૫૭ ટકા મધ્ય પ્રદેશને મળે છે. ૧૨૦૦ મેગાવોટના રીવર બેડ પાવર હાઉસમાંથી વીજળી આવે તો મધ્ય પ્રદેશને ૬૮૪ મેગાવોટ વીજળી મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter