વોલ્ટબેક દ્વારા રૂ. ૩૪૦ કરોડનું મૂડીરોકાણ

Wednesday 27th June 2018 07:48 EDT
 

અમદાવાદ: તાતા મોટર્સ પછી તાતા જૂથની વધુ એક કંપની વોલ્ટાસ હવે સાણંદ જીઆઇડીસીમાં  કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સ માટેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. વોલ્ટાસ અને ટર્કીની અરડચ પ્રોડક્ટ્સ વચ્ચેના સંયુક્ત સાહસ હેઠળ સ્થપાયેલી હોમ એપ્લાયન્સિસ (વોલ્ટબેક) પ્રારંભિક રૂ. ૩૪૦ કરોડના મૂડીરોકાણ સાથે સાણંદ જીઆઇડીસીમાં ૬૦ એકર વિસ્તારમાં રેફ્રીજરેટર અને વોશિંગ મશીન્સ ઉત્પાદન માટેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીના ભૂમિપૂજન પ્રસંગે વોલ્ટાસના એમડી અને સીઇઓ પ્રદીપ બક્ષીએ જણાવ્યું કે, કંપની એક વર્ષમાં વ્યાપારી ધોરણે શરૂઆતમાં રેફ્રીજરેટર અને વોશિંગ મશીન્સનું ઉત્પાદન શરૂ કરી દેશે. ત્યારબાદ તબક્કાવાર ધોરણે માઇક્રોવેવ ઓવન્સથી લઇને તમામ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઇટેમ્સનું ઉત્પાદન હાથ ધરવામાં આવશે અને મૂડીરોકાણનું પ્રમાણ પણ વધારતાં જઇશું. દેશમાં સૌ પ્રથમ પ્લાન્ટ સ્થાપી રહેલી આ કંપની આશરે ૧૦૦૦ લોકોને રોજગારી આપવાની નેમ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter