ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં અને રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષ સાથે દ્રોહ કરનારા શંકરસિંહ વાઘેલા જૂથના પાંચ પૂર્વ ધારાસભ્યો અને ભાજપના ગોધરાના વર્તમાન ધારાસભ્ય ૨૫મી મેએ સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ઓચિંતા ભેગા થયા હતા. આ પૂર્વે ધારાસભ્યોએ એવો સૂર પૂરાવ્યો હતો કે, અમને કોઈ અસંતોષ નથી. આ માત્ર ઔપચારિક મુલાકાત હતી. ગત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી છેડો ફાડીને ગયેલા પૂર્વ ધારાસભ્યો અમિત ચૌધરી, રામસિંહ પરમાર, રાઘવજી પટેલ, માનસિહ ચૌહાણ. મહેન્દ્રસિંહ વાઘેલા તેમજ ગોધરામાંથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા
સી. કે. રાઉલજી ગાંધીનગર સર્કિટ હાઉસમાં મળ્યા હતા. આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો હતો.

