ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પોતાના પુત્ર મહેન્દ્રસિંહ અને અન્ય સમર્થકો સહિત પુનઃ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ટૂંક સમયમાં જ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ સાથે તેમની મુલાકાત ગોઠવાઇ શકે છે એવા એંધાણ છે. શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું છે કે, ભાજપ સામે લડવા માટે જરૂર પડે તો વિના શરતે કોંગ્રેસમાં જોડાઇશ. ચર્ચા છે કે, શંકરસિંહને અહેમદ પટેલ સાથે બનતું ન હોવાથી જ તેમણે કોંગ્રેસને અલવિદા કર્યું હતું. વાઘેલાના સમર્થકોએ જણાવ્યું છે કે કોંગ્રેસમાં બાપુ જોડાશે તો કોંગ્રેસને એક મજબૂત ચહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મળી શકે છે.

