શંકરસિંહ વાઘેલા ફરી ભાજપને હરાવવા સક્રિય

Wednesday 10th April 2019 07:07 EDT
 

ગાંધીનગરઃ ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી શંકરસિંહ વાઘેલા ભલે આ વખતે ચૂંટણી લડતા નથી, પણ તેઓએ હજી મેદાન છોડયું નથી. તેઓ ભાજપને હરાવવા એકદમ સક્રિય બન્યાં છે. એમણે એમના ચેલા એવા કોંગ્રેસના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર બિમલ શાહને જીતાડવા પ્રચાર શરૂ કર્યા છે.
શંકરસિંહ ૨૦૧૨થી ૨૦૧૭ સુધીના ગાળાની ૧૩મી વિધાનસભામાં કપડવંજના ધારાસભ્ય રહ્યાં હતાં. આ વિધાનસભા ક્ષેત્ર ખેડા સંસદીય વિસ્તારમાં આવતું હોઈ અને ભૂતકાળમાં કપડવંજ લોકસભા બેઠકના પણ શંકરસિંહ સાંસદ રહી ચૂક્યાં હોઈ એમણે આ વિસ્તારના આગેવાનો સાથે ગ્રૂપ મિટિંગો શરૂ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter