રાજપીપળાઃ સુરક્ષા જવાનો સહિત રાજ્યભરની પોલીસ જ્યારે આરામ ફરમાવી રહી હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરદાર સરોવરના મેનેજિંગ ડિરેક્ટર રાત્રીના ૧૦.૪૫ની આસપાસ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ લગભગ બે કલાકનો સમય પસાર કરીને શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીમાં દૂધ-પૌંઆનો સ્વાદ માણ્યો હતો.
વડા પ્રધાન મોદી ૩૦ ઓક્ટોબરે બપોરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે સંકળાયેલા આસપાસના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને રાત્રીના નવ વાગ્યે વીવીઆપી ગેસ્ટ હાઉસ ખાતે પોતાના કાફલા સાથે પહોંચી ગયા હતા. આ પછી તેઓ ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુરક્ષા વગર જ પહોંચી ગયા હતા. અલબત્ત, આવું કંઈ પહેલી વાર નથી બન્યું. આ પહેલાં પણ ગત વર્ષે જ્યારે વડા પ્રધાન મોદી એક્તા પરેડમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતેથી વહેલી સવારે નીકળીને નજીકના વાઘડિયા ગામે પહોંચી ગયા હતા અને ગામલોકોને કેમ છો કહી સ્ટેચ્યૂ સુધી સુરક્ષા કાફલા વગર જ મોર્નિંગ વોક કરવા પહોંચી ગયા હતા.


