વડોદરા: શારજાહમાં ૧૩મીએ રાત્રે કાર અકસ્માતની ઘટનામાં વડોદરાના દંપતીનું તાજેતરમાં મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બે બાળકો સહિત કુલ છ જણા ઘાયલ પણ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે દાયકા અગાઉથી વિદેશમાં સ્થાયી થયેલા પરિવારના સભ્યો દસ વર્ષ બાદ એકઠા થયા હતા. તેઓ ભેગા થયાની ઉજવણી અને ભાગરૂપે દુબઇ-શારજાહ ફરવા માટે ગયા હતા. વડોદરાના મુજમહુડા વિસ્તારમાં રહેતા વિનોદભાઇ પટેલ અને તેમનાં પત્ની રોહિણીબહેન પટેલ તથા અમેરિકાથી આવેલા પરિજનો દુબઇ પછી શારજાહ ફરવા માટે ગયા હતા. આ પરિવાર દુબઈમાં ડેઝર્ટ સફારીની મજા માણ્યા બાદ શારજાહ ગયો હતો. દરમિયાન પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં વિનોદભાઈ અને રોહિણીબહેનનું મોત નીપજ્યું હતું.
યુએઇના એક અખબારમાં પ્રસિદ્ધ સમાચાર પ્રમાણે, એસયુવી કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો.

